અનેક પરિબળો છે જેને લીધે વાળ ડ્રાઈ અને ડલ (ઝાંખા) થઈ શકે છે જેમ કે - વધુ સમય સુધી તડકામાં રહેવું, તમે વાપરો છો એ પાણીનો પ્રકાર અને પૂરતું પોષણ ન આપતો આહાર. જો તમે ડ્રાઈ હૅરની સમસ્યા ધરાવતા હો તો નીચેના માંથી કોઈપણ સૂચન અજમાવી જુઓ....
shampoo for dry hair dove dryness care img

1. હીટ આપી કોરા ન કરો       2. તમારા વાળને મૉઈશ્ર્ચરાઈઝ  કરો.          3. તમારા વાળને યોગ્ય પોષણ આપો

યોગ્ય ઉત્પાદન વાપરો

ડ્રાઈ હૅરનો સામનો કરવા એવાં શૅમ્પૂનો ઉપયોગ કરો જે વાળને મૉઈશ્ર્ચરાઈઝ કરી મદદરૂપ બને. અમે ભલામણ કરીએ છીએ કે તમારા વાળ તમે ડવ ઑક્સિજન મૉઈશ્ર્ચર શૅમ્પૂ થી ધુઓ અને કંડિશનર કરો. આમાં છે ઑક્સિફ્યુઝન ટેકનોલૉજી જે વાળમાં મૉઈશ્ર્ચર ઉમેરે છે અને સમય જતા વાળને ભરાવદાર બનાવે છે.

તમારા વાળ સારી રીતે કોરા કરો

તમારા વાળ ધોયા અને કંડિશન કર્યા પછી ડ્રાયર્સ અને સ્ટ્રેટનર્સ દ્વારા હીટ આપીને કોરા ન કરતા તેને હવામાં જ કોરા થવા દો. ભીના વાળને કોરા કરતી વખતે તેને ટૉવેલ સાથે જોરથી ઘસીને ન લૂંછતા શૉવર માંથી બહાર આવીને તરત જ વાળને સૂંવાળા ટી-શર્ટમાં બાંધી લો, જેથી તેમાં રહેલ સુતર(કોટન) તમારા વાળના મૉઈશ્ર્ચરને નુકસાન કર્યા વગર બધું જ પાણી શોષીને કોરા કરે.

યોગ્ય આહાર લો

તમારા વાળ અને ત્વચાને સુંદર રાખવાની વાત હોય ત્યારે યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વનું બની રહે છે. તમારા વાળની તંદુરસ્તી માટે ઓમેગા-3 ફેટ્ટી એસિડ્સ ખૂબ ઉપયોગી બને છે, જે માછલી, અળસી, બેસિલ અને સૂકા મેવા માંથી મળી રહે છે.

ગરમ પાણીથી ન્હાવાનું ટાળો

ડ્રાઈ હૅરથી બચવા માટેના સૌથી પ્રાથમિક સૂચનોમાં ગરમ પાણીનો ઉપયોગ ટાળવો સૌથી મુખ્ય છે. ગરમ પાણીથી તમારા વાળને નુકસાન થઈને તેનું મૉઈશ્ર્ચર જતું રહે છે. પરિણામે વાળ શુષ્ક બની જાય છે. આની બદલે, તમારા વાળ ધોવા હૂંફાળા પાણીનો ઉપયોગ કરો.